Home> India
Advertisement
Prev
Next

PM મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આજે આ મહિલાઓના હાથમાં, જાણો પ્રેરણાદાયી કહાનીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે નારી શક્તિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે પોતાનું ટ્વીટર એકાઉન્ટ 7 મહિલાઓને સમર્પિત કર્યું. આ મહિલાઓ આજે પોતે પીએમ મોદીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓપરેટ કરી રહી છે. 

PM મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આજે આ મહિલાઓના હાથમાં, જાણો પ્રેરણાદાયી કહાનીઓ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે નારી શક્તિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે પોતાનું ટ્વીટર એકાઉન્ટ 7 મહિલાઓને સમર્પિત કર્યું. આ મહિલાઓ આજે પોતે પીએમ મોદીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓપરેટ કરી રહી છે. 

fallbacks

સૌથી પહેલા સ્નેહા મોહન દાસ નામની મહિલાએ પીએમ મોદીના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરી. સ્નેહાએ જણાવ્યું કે તેણે એક ફૂડ બેંકની શરૂઆત કરી છે. તેણે કહ્યું કે તે અનેક વોલિયન્ટર્સની સાથે કામ કરે છે. તેમની માતાથી કેવી રીતે પ્રેરિત થઈને તે કામ કરી શકી તે તેણે જણાવ્યું. 

પીએમ મોદીના ટ્વીટર હેન્ડલથી બીજી ટ્વીટ માલવિકા ઐય્યરે કરી. માલવિકાએ પોતાના બંને હાથ બીકાનેર બોમ્બ વિસ્ફોટમાં ગુમાવ્યાં હતાં. હાથની સાથે જ માલવિકાના પગ પર ઈજાગ્રસ્ત થયા હતાં. માલવિકાએ કેવી રીતે શિક્ષમ દ્વારા તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો અને કેવી રીતે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથેની એક મુલાકાતે તેનું જીવન બદલી નાખ્યું તે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું.

પીએમ મોદીના એકાઉન્ટથી ત્રીજી ટ્વીટ કાશ્મીરની આરિફાએ કરી. આરિફા વણકર છે જે ઉનના કારપેટ બનાવે છે. કાશ્મીરમાંથી લુપ્ત થઈ ચૂકેલા આ કળાને આરિફાએ નવો મુકામ આપ્યો છે. આરિફાએ કહ્યું કે આ કળા પ્રત્યે પીએમ મોદીના આ પગલાંથી તેમનો જુસ્સો વધ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પરંપરાનું મિલન આધુનિકતા સાથે થાય છે ત્યારે ચમત્કાર થઈ શકે છે. મેં મારા કામ દરમિયાન તે મહેસૂસ કર્યું. પહેલીવાર દિલ્હીમાં મેં પ્રદર્શનમાં ભાગ લીધો. હું ઘરમાં બનાવેલી આઈટમો લઈને ગઈ હતી. આ પ્રદર્શનમાં મને ખુબ સારો રિસ્પોરન્સ મળ્યો હતો. 

આ અગાઉ પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે શુભકામનાઓ પાઠવી અને પોતાના ટ્વીટર એકાઉન્ટને આખા દિવસ માટે 7 મહિલાઓના હાથમાં સોંપી દીધું. પીએમ મોદીએ લખ્યું કે દેશના દરેક ક્ષેત્રમાં અસાધારણ સફળતા મેળવનારી મહિલાઓ. તેમણે અલગ અલગ ક્ષેત્રોમાં મહાન કામ કર્યું છે. તેમના સંઘર્ષ અને આકાંક્ષાઓથી લાખો લોકો પ્રેરિત થાય છે. આવો આવી મહિલાઓની સફળતાનો જશ્ન મનાવીએ અને તેમની પાસેથી શીખીએ. 

પીએમ મોદીએ લખ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ. દરેક નારી શક્તિની ભાવનાઓ અને યોગ્યતાને નમન કરું છું. જેમ કે મેં થોડા દિવસ પહેલા કહ્યું હતું કે હું સાઈન ઓફ કરી રહ્યો છું. મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ઉપલબ્ધિઓ મેળવી ચૂકેલી સાત મહિલાઓ પોતાના જીવન યાત્રા અંગે જણાવશે અને તમારી સાથે વાત કરશે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ સોમવારે એક ટ્વીટ દ્વારા કહ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યાં છે. પરંતુ એક દિવસ બાદ જ મંગળવારે તેમણે ખુલાસો કર્યો કે આઠ માર્ચના રોજ તેઓ મહિલા દિવસે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સોંપશે કે જેમનું જીવન આપણને પ્રેરિત કરે છે. 

વડાપ્રધાન મોદીના ટ્વીટર એકાઉન્ટ પર 5.34 કરોડ, ઈન્સ્ટાગ્રામ પર 3.54 કરોડ અને ફેસબુક પર 44,649,542 ફોલોઅર્સ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

OS

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More